અમદાવાદ: કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર દુનિયામાં છે અને ચીન કરતા પણ હાલ તો જો સૌથી વધુ જોવા મળી રહ્યો હોય તો તે ઈટાલીમાં રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. કોરોનાના પ્રચંડ પ્રકોપને ઝેલી રહેલા ઈટાલીમાં જઈને આ ગુજરાતણ પાઈલટ 263 લોકોને મોતના મુખમાંથી હેમખેમ પાછા સ્વદેશ લઈને આવી છે. સ્વાતિ રાવલના સાહસને તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બિરદાવ્યું છે. સ્વાતિ રાવલ જ્યારે ઈટાલીથી બધાને લઈને હેમખેમ સ્વદેશ પહોંચી તો તે માત્ર ગુજરાત માટે જ નહીં પણ સમગ્ર ભારત માટે ગૌરવની ક્ષણ હતી. તેણે સમગ્ર વિશ્વને એવો સંદેશો આપ્યો કે જોખમ ભલે ગમે તેટલે હોય પરંતુ ભારત પોતાના નાગરિકોની સુરક્ષા માટે પૂરેપૂરું સજાગ છે, સક્ષમ છે. કાર્યદક્ષ છે. સ્વાતિના મૂળ ગુજરાતની છે અને લગ્ન બિહારમાં થયા છે. 


કોરોના વાયરસ પર થયો આઘાતજનક ખુલાસો, સમગ્ર દુનિયામાં ખળભળાટ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાતિના પતિના જણાવ્યાં મુજબ જ્યારે તેમને એર ઈન્ડિયાના સીએમડી તરફથી કોલ આવ્યો કે તમારે ઈટાલી જવાનું છે તો તેમણે એ જાણતા હોવા છતાં કે ત્યાંથી આવ્યાં પછી આઈસોલેશનમાં રહેવું પડશે, તરત હા પાડી દીધી હતી. એર ઈન્ડિયાના બે પાઈલટ રોમ ગયા હતાં. પરંતુ ત્યાંથી 263 ભારતીયોને રોમ એરપોર્ટથી ભારત પાછા લાવવાની જવાબદારી સ્વાતિ રાવલે નીભાવી. બાળપણથી જ મેઘાવી એવી સ્વાતિએ વર્ષ 2002માં ઈન્દિરા ગાંધી ઉડ્ડયન એકેડેમી તરફથી આયોજિત લેખિત પરીક્ષામાં ટોપ કર્યું હતું. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube